ખેડૂતોને ખાતર, વીજળી અને જણસીઓના પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ:કૃષિ મંત્રી રાઘવજી
Live TV
-
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજથી બે દિવસ જામનગરની જિલ્લાની મુલાકાતે છે, ત્યારે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ લોક દરબારમાં કૃષિમંત્રીએ લોકોના અને ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ આવે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં રવિ પાકની સિઝન ચાલુ હોવાથી ખેડૂતોને ખાતર, વીજળી અને વિવિધ જણસીઓના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટેની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
