Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથમાં ખેડૂત મહાશિબિરનું આયોજન

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રાજ્ય કૃષિ મંત્રી ફળદુ ઉપસ્થિત રહ્યા

    ગીર સોમનાથના વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજય કૃષિ મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં યોજાયેલ ખેડૂત મહાશિબિરમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જેમાં કેન્દ્રની વિવિઘ ખેડૂત લક્ષી યોજનાઓથી ખેડૂતોને અગવત કરાયા હતા. ખાસ કરીને ખેડૂતોને ખેત ઉત્પાદનમાં વધારો થાય અને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવે અને આગામી 2022 સુઘીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ ને સાકાર કરવા દરેક સહિયારો પ્રયાસ કરે તે આ ખેડૂત મહાશિબિરનો ઉદ્દેશ હતો. વેરાવળ માર્કેટીંગ ખાતે ખેડૂત મહાશિબિરની સાથે જુનાગઢ જીલ્લા સહકારી બેંકની સાધારણ સભા તેમજ તાજેતરમાં જ ચૂંટાયેલા જુનાગઢ લોકસભા બેઠકના યુવા સાંસદ રાજેશ ચુડાસમાનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજય બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવા સહિત જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા ના સહકારી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply