જાણો, અંકલેશ્વરના એક માત્ર વૃદ્ધ મહિલા 'પતંગ ચાચી' વિશેની વાત
Live TV
-
એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની સમગ્ર ગુજરાતમાં બોલ-બાલા જોવા મળતી હતી. સમયાંતરે પતંગ બનાવતા કારીગરો, આંગળીને વેઢે ગણાય એટલા જ રહ્યા છે. સાંપ્રત સમયની નવી પેઢી, રેડીમેડ પતંગ તરફ વળી છે. ત્યારે અંકલેશ્વરમાં એક માત્ર વૃદ્ધ મહિલા, વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઇ વિશાળ કદના પતંગનું, નિર્માણ કરી રહ્યા છે.
"પતંગ વાલા ચાચીના હુલામણા" નામથી જાણીતા નસીમબાનુ રંગરેજની, આ ચોથી પેઢી પતંગ વ્યવસાયને અપનાવી, હાલની પેઢીને પતંગ બનાવવાની પરંપરાને, જાળવી રાખી છે.