જૂનાગઢ - દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા CM વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની ઉજવણી
Live TV
-
સાંસદ રાજેશ ચુડાસમાની ગ્રાન્ટમાંથી સંસ્થાને ઈકો કાર ભેટ આપવાની જાહેરાત
ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢના સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એમ આર અને સીપી દિવ્યાંગ બાળકો ની સંસ્થા દ્વારા દર વર્ષે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના દીર્ઘાયુષ્ય માટે જિલ્લાના વિવિધ મહિલા મંડળો દ્વારા બપોર સુધી સત્સંગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણની રક્ષા માટે સ્વચ્છ જૂનાગઢ માટેના વિવિધ વિષયો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બર્થ ડે કેક કાપી ને વિજય ભાઈ નો બર્થ ડે ઉજવ્યો હતો તેમજસંસ્થાનો સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સંસ્થાને સાંસદની ગ્રાન્ટ માંથી સાડા ચાર લાખની નવી Eco ગાડી ભેટ આપવામાં આવશે તેની જાહેરાત રાજેશભાઇ ચુડાસમા વતી કરવામાં આવી હતી તેમજ તેઓએ આવી સંસ્થાઓ દ્વારા સમાજસેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેમજ આગામી દિવસોમાં ફ્રાન્સ ના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થાની મુલાકાત લેવા આવવાના હોય ત્યારે આ સંસ્થા વૈશ્વિક લેવલે ઉદાહરણ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી
