Skip to main content
Settings Settings for Dark

ડાંગના જંગલોની અનોખી લિજ્જત: ચોમાસામાં ધૂમ મચાવતી 'કવળીની ભાજી'

Live TV

X
  • ડાંગના જંગલોની અનોખી લિજ્જત: ચોમાસામાં ધૂમ મચાવતી 'કવળીની ભાજી'

    પ્રકૃતિના અફાટ સૌંદર્ય અને ચોમાસાના વહેતા ઝરણાં-ધોધ વચ્ચે, ડાંગના જંગલો અત્યારે એક ખાસ કુદરતી ખજાનો આપી રહ્યા છે. આ ખજાનો એટલે સ્થાનિક સ્તરે 'કવળી' કે 'કુમળી' તરીકે ઓળખાતી ડુંગરની ભાજી. ચોમાસાની ઋતુમાં જ ઉગતી આ પૌષ્ટિક વનસ્પતિ અત્યારે ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર જોવા મળી રહી છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોમાં તેની ભારે ડિમાન્ડ છે.

    હાઈવે પર જામી બજાર: પ્રવાસીઓની પહેલી પસંદ

    વઘઈથી આહવા તેમજ સાપુતારા જતા મુખ્ય માર્ગો પર ડાંગના સ્થાનિક આદિવાસી ખેડૂતો અને તેમના પરિવારો આ તાજી ભાજી વેચવા માટે બેઠેલા નજરે પડે છે. વર્ષમાં માત્ર ચોમાસા દરમિયાન જ મળતી હોવાથી, અહીંથી પસાર થતા પ્રવાસીઓ તેને ખૂબ જ હોંશે-હોંશે ખરીદે છે. લોકો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી ભાજીમાંથી શિયાળા જેવો જ સ્વાદ મેળવીને તેના મુઠીયા અને શાક બનાવીને ખાવાનું પસંદ કરે છે.

    જેને ભાજી સમજો છો, તે અસલમાં છે કરોડોની 'સફેદ મુસળી'

    ડાંગના જંગલોમાં કુદરતી રીતે ઉગતી આ કવળીની ભાજી બીજું કંઈ નહીં, પણ આયુર્વેદની પ્રખ્યાત અને અત્યંત શક્તિવર્ધક ઔષધિ સફેદ મુસળી છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી ઉત્તમ લીલી ભાજી તરીકે ખવાય છે. આ છોડના મૂળ આયુર્વેદિક દવાઓ બનાવવામાં વપરાય છે. બજારમાં આ ઓષધિના મૂળની કિંમત અંદાજે ₹4000 પ્રતિ કિલો સુધી બોલાય છે.

    ખેતી કરીને ખેડૂતો બન્યા આત્મનિર્ભર: જયેશભાઈ મોકાશીની 

    ડાંગ જિલ્લાના ભવાળી (ભવાડી) ગામના ખેડૂતોએ આ કુદરતી વનસ્પતિની કિંમત સમજી લીધી છે. જંગલમાંથી વીણવાના બદલે હવે અહીંના ખેડૂતો પોતાના ખેતરમાં સફેદ મુસળીની વ્યવસ્થિત ખેતી કરીને બમ્પર આવક મેળવી રહ્યા છે.

    ગામના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ મોકાશીએ સફેદ મુસળીની આધુનિક ખેતી કરીને પંથકમાં મોટી નામના પ્રાપ્ત કરી છે. તેમના જેવા અનેક આદિવાસી ખેડૂતો માટે આ વનસ્પતિ આર્થિક સધ્ધરતાનું મોટું માધ્યમ બની છે.

    આરોગ્ય માટે કેમ ગુણકારી છે કવળી?

    આ આખો છોડ ઔષધીય ગુણોનો ભંડાર છે. તે શરીરમાં શક્તિ અને ઊર્જા વધારવાનું કામ કરે છે, તેમજ ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે પણ આ ચોમાસામાં સાપુતારા કે ડાંગ તરફ જઈ રહ્યા હોવ, તો હાઈવે કિનારે મળતી આ ઓર્ગેનિક 'ડુંગરની ભાજી'નો સ્વાદ માણવાનું ચૂકતા નહીં!

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply