Skip to main content
Settings Settings for Dark

દરિયા મધ્યે જીવતા ખારવાઓનું નવું વર્ષ એટલે અષાઢી વદ બીજ

Live TV

X
  • એક વર્ષના બાર મહિના પૈકી છ મહિના કરતાં વધુ સમય દરિયા મધ્યે જીવતા ખારવાઓનું નવું વર્ષ એટલે અષાઢી વદ બીજ. ખારવા સમાજના દરિયાઈ નવું વર્ષને " નવા ના રોજ" એઢો નવા નારદ તરીકે પણ ઓળખાય છે.

    એક વર્ષના બાર મહિના પૈકી છ મહિના કરતાં વધુ સમય દરિયા મધ્યે જીવતા ખારવાઓનું નવું વર્ષ એટલે અષાઢી વદ બીજ. ખારવા સમાજના દરિયાઈ નવું વર્ષને " નવા ના રોજ" એઢો નવા નારદ તરીકે પણ ઓળખાય છે. દરિયો ખેડતા ખારવાઓનું દરિયો સદા રક્ષણ કરે તેવી શ્રધ્ધા સાથે ખારવા સમાજના લોકો દરિયા દેવનું પૂજન કરે છે. દરિયાના પૂજનમાં ફુલ, તુલસી, અગરબત્તી, ચોખા, સોપારી જેવી વસ્તુઓનાં ઉપયોગ થાય છે. સોપારીને દરિયા દેવને અર્પણ કરે છે. આખું વર્ષ આ સોપારીને સાચવી રાખી, બીજા નવા વર્ષના દિવસે એ સોપારી દરિયામાં પધરાવવાની ખારવા સમાજની જુદી અનન્ય શ્રધ્ધા છે.

    જૂન જુલાઈ મહિનામાં દરિયો તોફાની હોય છે. સરકાર દ્વારા પણ દરિયો ન ખેડવાની સૂચના ખારવાઓને આપવામાં આવે છે. દરિયાઈ ખારવાઓ આ બે મહિના દરમિયાન રોજી રોજી સમાન વહાણનું સમારકામ કરે છે. સાથે જ કુટુંબીજનો સાથે સમય પસાર કરે છે. દ્વારકામાં દરિયા દેવને રીઝવવા ખારવા સમાજે નવા વર્ષની ઉજવણી કરી હતી. દ્વારકાના મુખ્ય માર્ગો ઉપર એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. કપડાં અને લાકડાના વાંસનો ઘોડો બનાવી વાજતે ગાજતે દરિયાકાંઠે લાવી દરિયાને અર્પણ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply