Skip to main content
Settings Settings for Dark

દિવાળી પૂર્વે મોરબીમાં 'વોકલ ફોર લોકલ' સ્વદેશી મેળાનો પ્રારંભ

Live TV

X
  • દિવાળી પૂર્વે મોરબીમાં 'વોકલ ફોર લોકલ' સ્વદેશી મેળાનો પ્રારંભ: સ્થાનિક કલાકારોને રોજગારીનું પ્લેટફોર્મ

    દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, મોરબી મહાનગરપાલિકા દ્વારા "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અને "વોકલ ફોર લોકલ"ની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    સ્થાનિક સશક્તિકરણ મેળાનો ઉદ્દેશ

    આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કલાકારો અને મહિલાઓના સશક્તિકરણનો છે. આ પ્રદર્શન-વેચાણ મેળા દ્વારા તેમને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મંચ પૂરું પાડીને રોજગારી અને માર્કેટિંગની તક આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

    મેળાને મોરબીના કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે મોરબીવાસીઓને અપીલ કરી હતી કે તેઓ મેળાની મુલાકાત લે અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપીને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહિત કરે.

    મોરબી મહાનગરપાલિકાની આ પહેલથી દિવાળીના સમયે સ્થાનિક કારીગરોને મોટો ફાયદો થવાની અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply