Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં, EVM - VVPATનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરાયું

Live TV

X
  • રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

    દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ઇવીએમ-વીવીપેટ વેરહાઉસમાં સંગ્રહીત ઇવીએમ-વીવીપેટ મશીનોનું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે સોફટવેર મારફત ઇવીએમ-વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી. ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના

    પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ 12-જામનગર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકાના 81-ખંભાળીયા અને 82-દ્વારકા વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.

    ઇવીએમ-વીવીપેટના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચના અનુસાર 81-ખંભાળીયા અને 82-દ્વારકા વિધાનસભા મતવિભાગોને ફાળવવામાં આવેલા ઇવીએમ-વીવીપેટ મશીનોને બંધ બોડીના વાહનમાં સુરક્ષિત વહન સશસ્ત્ર પોલીસ દળો સાથે કરવામાં આવેલા અને વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યા છે. ઇવીએમ-વીવીપેટ

    વહન કરતા વાહનનું ટ્રેકિંગ અને મોનિટરીંગ VTS App મારફત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત આ ઇવીએમ-વીવીપેટ મશીનોનો ઉપયોગ આગામી લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાન માટે કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply