નર્મદામાં 10 પાસ મહિલા ખેડૂતે 3 એકરમાં કરી સજીવ ખેતી
Live TV
-
ગુજરાત ના નાનકડા છેવાડા નો જિલ્લો એટલે નર્મદા, જેના સાગબારા તાલુકાના અંતરિયાળ ગામ પાંચપીપળી ગામ ની એક ધોરણ 10 પાસ મહિલા સજીવ ખેતી કરીને રાજ્યની ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિ થી સજીવ ખેતી કરી ગામના અન્ય ખેડૂતો ને પણ સજીવ ખેતી કરતા કરી ખેતી ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી રહી છે.
ગુજરાત ના નાનકડા છેવાડા નો જિલ્લો એટલે નર્મદા, જેના સાગબારા તાલુકાના અંતરિયાળ ગામ પાંચપીપળી ગામ ની એક ધોરણ 10 પાસ મહિલા સજીવ ખેતી કરીને રાજ્યની ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિ થી સજીવ ખેતી કરી ગામના અન્ય ખેડૂતો ને પણ સજીવ ખેતી કરતા કરી ખેતી ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી રહી છે. પાંચપીપળી ગામની 38 વર્ષીય મહિલા ખેડૂતનુ નામ ઉષાબેન દિનેશભાઇ વસાવા છે. ઉષાબેન આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠક અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા છે. સાગબારા ની આગાખાન સંસ્થા સાથે રહીને ઉષાબેન સાગબારા જેવાં અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં અનેક સેવાકાર્ય કરે છે. આમ આજના યુગમાં રાસાયણિક નેં દવા કોટેટ બિયારણો થી ખેડૂતો ખેતી કરે છે જેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિ થી ઓર્ગેનિક ખાતર વડે શુદ્ધ શાકભાજી,દેશી લાલ ડાંગર,શેરડી, ઘઉં, સહીત ચીજવસ્તુ ઉગાડી એક દિશાસૂચક બની છે. જેથી તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.આગાખાન સંસ્થા કૃષિ મેલા થી સજીવ ખેતી કરવાની શીખ મેળવનાર ઉષાબેન એ પહેલા પોતે પ્રયત્ન કર્યો અને ખુબ સફળતા મળી જેથી અન્યખેડૂતો એ જોયું અને આજે આ ખેડૂતો પણ સજીવ ખેતી કરતા થયા સજીવ ખેતીમાં દેશી લાલ ડાંગર કરી લાલ ચોખા સહીત અન્ય ઓર્ગેનિક ઉત્પાદનો વેચી રોજગારી પણ મેળવી રહ્યા છે.આ નગે આત્મા ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સતિષભાઈ ઢીમ્મર ગર્વ ભેર કહેછેકે ખેતી ને ખેતી નહિ પણ વ્યવસાય સમજી ને કરવામાં આવે તો આ બહેન ની જેમજ ખુબજ પ્રગતિ કરી શકાય