નવસારીમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત 'સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી' અભિયાનનો શુભારંભ
Live TV
-
નવસારીમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આદર્શગામ ચીખલી ખાતે કરવામાં આવ્યો છે. ચીખલી તાલુકાના સ્વચ્છતા સંબંધિત વાહનોને લીલી ઝંડી આપી “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનને વેગવંતુ કરાયું હતું. “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાન દરમિયાન જિલ્લા સ્વચ્છ બનાવવા નાટકો અને સંગીત દ્વારા સમયાંતરે સ્વચ્છતા કેમ્પેઈન આયોજિત કરીને જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ પણ વ્યાપકપણે કરવામાં આવશે.
આ અવસરે ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ દેસાઈ, જીલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, જીલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીગણ અને સ્વચ્છાગ્રહીઓએ હાજર રહી સમગ્ર નવસારી જીલ્લાને સ્વચ્છ, સુઘડ અને રળિયામણું બનાવવાની નેમ લીધી હતી. એન એસ એસ વિધાર્થીઓ, નવસારી કવોરી એસોસિએશન સહિત સામાજિક સંસ્થાઓએ હાજર સૌ કોઈને આ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપી નવસારી જિલ્લાને સ્વચ્છતા પરિમાણોની અગ્રિમ હરોળમાં સ્થાન અપાવવા અપીલ કરેલ હતી.
