નિયમોનુસાર પગાર નહિ ચુકવતા કર્મચારીઓમાં ફેલાયો રોષ
Live TV
-
સરકારના નિયમો મુજબ જ પગાર ચુકવવામાં આવે છે : કંપની સુપરવાઇઝર
વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ફર્સ્ટ ફેઇઝમાં આવેલી ક્લિપકો કંપનીમાં આસ પાસના વિસ્તારોના રહેતા ૩૫૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેઓને છેલ્લા ત્રણ ચાર વર્ષથી કંપની સંચાલકો દ્વારા નિયમોનુસાર પગાર તેમજ દૈનિક ભથ્થું નહિ અપાતુ હોવાથી કંપની સંચાલકો પોતાની મન માની કરતા હોવા ની રાવ સાથે લેબર કમિશ્નરની ઓફીસે પંહોચી રજૂઆત કરી હતી. ઓછા પગારને કારણે પડતી મુશ્કેલીઓને લીધે આખરે પીડિત કર્મચારીઓએ આજે કંપનીને, તાળા બંધી કરી લેબર ઓફીસમાં રજૂઆત કરી હતી. કંપનીના સુપરવાઇઝર સુનિલ મંડલે કંપનીનો પક્ષ મૂકતાં જણાવ્યું હતુ કે કંપની સરકારના નિયમોનુસાર જ પગાર ચૂકવણું કરે છે, તે માટે તમામ રેકર્ડ પણ કંપનીમાં ઉપલબ્ધ છે, દરેક કર્મચારીને પે સ્લિપ આપવામાં આવે છે. દિવાળી સમયે ૨૦ ટકા બોનસ પણ આપવામાં આવે છે.