Skip to main content
Settings Settings for Dark

પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં, કઠોળની રંગોળીથી પોષણ જાગૃતિ

Live TV

X
  • ભાવનગર જિલ્લામાં પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં કઠોળની રંગોળી બનાવી લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. રંગોળી દ્વારા કઠોળના વિવિધ પ્રકારો તથા તેમાં રહેલા પોષક તત્વોની જાણકારી આપવામાં આવી હતી.

    આ પ્રવૃત્તિ દરમિયાન આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા અન્ય લાભાર્થીઓને કઠોળના પોષણમૂલ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કઠોળ પ્રોટીન, આયર્ન, ફાઇબર તેમજ અન્ય જરૂરી સૂક્ષ્મ પોષક તત્વોનો સસ્તો અને મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દૈનિક આહારમાં કઠોળનો સમાવેશ કરવાથી શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે.

    લાભાર્થીઓને કઠોળના નિયમિત સેવનથી એનિમિયાથી બચવામાં મદદ મળે છે તેમજ પાચનક્રિયા સુધારવામાં અને સમગ્ર આરોગ્ય જાળવવામાં તેનો મહત્વનો ફાળો હોવાનું સમજાવવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સંતુલિત આહાર જરૂરી છે, જેમાં કઠોળને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું.

    આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલી કઠોળની રંગોળી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી, પોષણનો સંદેશ સરળ અને રસપ્રદ રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પોષણ માસ દરમિયાન આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લાભાર્થીઓને પૌષ્ટિક અને સંતુલિત આહાર અંગે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
apply