બોટાદ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો
Live TV
-
બોટાદ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. બોટાદ જિલ્લા પંચાયત, બોટાદ તાલુકા પંચાયત તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. વિજેતા ઉમેદવારો અને ભાજપના કાર્યકરોમાં તેથી અનેરો ઉત્સાહ છે. ઠેર ઠેર વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા. વિજયસરઘસને ખૂબ આવકાર મળ્યો હતો.
