Skip to main content
Settings Settings for Dark

ભગવાન શ્રીકૃષ્ણ મંદિર શામળાજીમાં હોળીનું અનેરૂ મહત્વ

Live TV

X
  • આદિવાસી સમાજના લોકો પણ  હોળીના દિવસે ભગવાન કાળિયા ઠાકોરના દર્શનાર્થે અચૂક આવે છે. કેસૂડાના રંગથી ભગવાન પર છંટકાવ કરે છે. શામળાજી મંદિરની ખાસ વાત એ છે, કે હોળી ભલે ફાગણ વદ પૂર્ણિમાથી શરૂ થાય પણ શામળિયાની હોળી તો, વસંત પંચમીથી જ શરૂ થઇ જાય છે.

    અરવલ્લી જિલ્લાની ગિરી માળાઓમાં બિરાજમાન  ભગવાન શ્રીકૃષ્ણ મંદિર શામળાજીમાં હોળીનું અનેરૂ મહત્વ હોય છે. અહીં વસતા આદિવાસી સમાજના લોકો પણ  હોળીના દિવસે ભગવાન કાળિયા ઠાકોરના દર્શનાર્થે અચૂક આવે છે. કેસૂડાના રંગથી ભગવાન પર છંટકાવ કરે છે. શામળાજી મંદિરની ખાસ વાત એ છે, કે હોળી ભલે ફાગણ વદ પૂર્ણિમાથી શરૂ થાય પણ શામળિયાની હોળી તો, વસંત પંચમીથી જ શરૂ થઇ જાય છે. શામળાજી મંદિરમાં બિરાજમાન ભગવાન શામળિયાને વસંત પંચમીથી લઇને ધૂળેટીના દિવસ સુધી કેસૂડના રંગથી રંગવામાં આવે છે. મહત્વની વાત એ છે, કે આ એક મહિના સુધી, ભગવાન શામળિયાને માત્ર કોટનના શ્વેત વસ્ત્રો જ પહેરાવાય છે. ખાસ કરીને હોળી અને ધૂળેટીના દિવસે, શામળાજી મંદિરમાં બિરાજમાન શામળિયાને ચાંદીની પિચકારીથી કેસૂડાનો રંગ છાંટવામાં આવે છે. ખૂબ જ ઉત્સાહ, ઉમંગ , અને ઉલ્લાસથી રંગોના પર્વની ઉજવણી જોવા તેમજ મનાવવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભકિતો  અહીં ઉમટી પડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply