Skip to main content
Settings Settings for Dark

ભુજના રીંગ રોડને મળશે નવી ઓળખ: 94.30 કરોડ રૂ.ના વિકાસથી શહેરના ટ્રાફિકને મળશે રાહત, માર્ગો બનશે વધુ સુરક્ષિત

Live TV

X
  • ભુજ શહેરના માર્ગ વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી રીંગ રોડ સુધારણા યોજના હવે ઝડપથી સાકાર થઈ રહી છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ શહેરના પુનઃનિર્માણ અંતર્ગત વર્ષ 2005માં જીયુડીસી દ્વારા બનાવવામાં આવેલા રીંગ રોડ વર્ષો સુધી શહેરના પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. જોકે સમય જતાં માર્ગોની જાળવણી અને મરામતનો મુદ્દો વારંવાર ચર્ચાનો વિષય બનતો રહ્યો હતો.

    સ્થાનિક તંત્ર અને નાગરિકો વચ્ચે માર્ગોની જાળવણી અંગે સતત પ્રશ્નો ઊભા થતાં ભુજના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ રીંગ રોડની જાળવણી અને મરામતની જવાબદારી માર્ગ અને મકાન વિભાગને સોંપી હતી. આ નિર્ણય બાદ સમગ્ર પ્રોજેક્ટને નવી ગતિ મળી છે.

    સરકારે રીંગ રોડના વાઈડનિંગ અને રીસર્ફેસિંગ માટે રૂ. 94.30 કરોડની વિશાળ રકમ મંજૂર કરી છે. કામગીરી ગુણવત્તાયુક્ત રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને નવ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. હાલમાં શહેરના કુલ 14 રીંગ રોડ પૈકી 9 માર્ગો પર વાઈડનિંગ અને રીસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના પાંચ માર્ગો પર પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી ટેન્ડરની તમામ શરતો મુજબ સમયસર કામગીરી પૂર્ણ થઈ શકે.

    આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભુજ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભારે વાહનોને શહેરની અંદરથી પસાર થવાની જરૂરિયાત ઓછી થતાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે અને અકસ્માતોની સંભાવનામાં પણ ઘટાડો થશે. ઉપરાંત નવા અને પહોળા માર્ગોના કારણે વાહનચાલકોને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે.

    ભુજના આધુનિક વિકાસમાં આ યોજના એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થવાની સાથે શહેરના ભાવિ પરિવહન માળખાને વધુ મજબૂત બનાવશે. માર્ગ સુવિધાઓમાં થતો આ સુધારો માત્ર વાહનવ્યવહારને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસને પણ નવી દિશા આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
apply