મહાકાળેશ્વર મહાદેવ મંદિર બે કરોડના ખર્ચે નવું બનાવાશે
Live TV
-
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસથી નવા બંઘાયેલા મંદિરમાં રાજસ્થાનના મારબલ નાંખવામાં આવ્યા.
મોરબીના જેતપુર પાસે આવેલું પુરાતન મહાકાળેશ્વર મહાદેવ મંદિર 2001ના ભૂકંપ વખતે ખંડિત થઈ ચૂક્યું હતું. તે વર્ષો પછી હવે રૂપિયા બે કરોડના ખર્ચે નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસથી નવા બંઘાયેલા મંદિરમાં રાજસ્થાનના મારબલ નાંખવામાં આવ્યા છે અને બેનમૂન કોતરણી કરવામાં આવી છે. આ શિવાલયમાં ભગવાન શિવજીની સાથે, ગણેશ, કૃષ્ણ, અને હનુમાનજીની મૂર્તિઓ પણ વિધિ વિધાન સાથે પધરાવવામાં આવી હતી. આ મહોત્સવમાં, 500 જેટલાં સાધુ સંતો ઉમટી પડ્યા હતા. અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.