મહીસાગર: આચાર્યની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ
Live TV
-
84 અનુદાનિત મા. અને ઉ. માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી
મહીસાગર જિલ્લાની 84 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાલી પડેલ આચાર્યની ભરતી પ્રક્રિયાનો મોડેલ સ્કૂલ બાકોર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકાર, તાલુકા બહારના કેળવણીકાર, મંડળના 2 પ્રતિનિધિ, શિક્ષણ નિરીક્ષકની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ પસંદગી થનાર આચાર્યને સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું. નિમણુક મેળવનાર આચાર્યોએ પારદર્શી ભરતી પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
