મેઘરાજાની મહેર બાદ ડાંગની વનરાજી સોળે કળાએ ખીલી
Live TV
-
કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગમાં સહેલાણીઓની ભીડ
કુદરતના અપાર સૌંદર્યથી ભરપૂર લીલી વનરાજી અને કલબલ કરતાં ઝરણાં ડાંગ ભણી આવવા નું લોકોને આમંત્રણ આપી રહ્યા છે. ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કુદરતે અફાટ સૌંદર્ય પાથર્યું છે અને તેને જાણવા અને માણવા સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ૫૦ થી વધુ નાના મોટા ધોધ અને ઝરણા તેના અસલ મિજાજમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતનો સૌથી ઊંચો ગિરમાળ ધોધ હમણાં તેના રોદ્ર અને સૌમ્ય સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. જ્યારે ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપે વહી રહ્યો છે તેને જોવા હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. આહવા અને સાપુતારા તરફ જતા રસ્તા ઉપરના શિવઘાટ અને યોગેશ્વર ધોધને ને જોવા સહેલાણીઓ વીકએન્ડ માં આવી રહ્યા છે.
