Skip to main content
Settings Settings for Dark

રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવા નીરજ પટેલે આદરી સ્વચ્છતા ઝુંબેશ, 800 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક કર્યું એકત્રિત

Live TV

X
  • હાલ સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે, અને સાચી સ્વચ્છતા પ્લાસ્ટિક નાબૂદીથી પણ આવી શકે છે ત્યારે, રાજપીપળાના એક યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ ઉપાડીને રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવાના પોતાના સંકલ્પને સાકાર કરવા તરફ એક ડગલું માંડ્યું છે.

     રાજપીપળામાં ઇલેક્ટ્રોનિક્સનો શો રૂમ ધરાવતા યુવાન નીરજ પટેલ દ્વારા આ સ્વચ્છતા ઝુંબેશમાં તેઓએ એક જાહેરાત કરી હતી કે રાજપીપળામાં છૂટુંછવાયું પડેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે બહુ ખતરનાક છે, તેને એકઠું કરીને તેમને ત્યાં જમા કરાવશે તો ભેગા થયેલા કિલો દીઠ અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. 

    આ પ્રવૃત્તિમાં લોકોનો પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જે પૈકી 6 સપ્ટેમ્બર સુધીમાં 800 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક જમા થયું અને સામે એવા ઉપહારો પણ આપવામાં આવ્યા. આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે, ગાંધી જયંતિના દિવસથી મેં આ ઝુંબેશ ચલાવી છે, અને નિરજે શહેરીજનોને શહેર અને જિલ્લો સ્વચ્છ રાખવામાં સરકારને મદદરૂપ થવા વિંનતી કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply