Skip to main content
Settings Settings for Dark

રાજુલાના માંડળ ગામના લક્ષ્મણ કાતરિય ખેડૂતો માટે આદર્શ બન્યા, ઓર્ગેનિક ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી

Live TV

X
  • અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા માંડળ ગામના લક્ષ્મણ કાતરિય પોતાના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બન્યા છે. સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

    પ્રગતિશિલ ખેડૂત લક્ષ્મણ ભાઈ ઈઝરાયેલ જાતિનું ડ્રેગન ફ્રુટનું વાવેતર પોતાના પાંચ વીઘાના ખેતરમાં કર્યું છે અને તેમાં સારી કમાણીને કારણે વિસ્તારમાં મોટી ખ્યાતી પામ્યા છે. લક્ષ્મણ ભાઈએ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરી છે. જેના કારણે ઓછા ખર્ચે વધુ પાક લઈ રહ્યા છે. પોતાના ખેતરમાં કોઈ પણ દવા કે પછી યુરિયા ખાતરનો ઉપયોગ નથી કરતા.

    માત્ર જીવામૃત, છાણિયુ ખાતર અને સંપૂર્ણ દેશી દવાનો છંટકાવ કરે છે. જેના કારણે જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. લક્ષ્મણભાઈ ડ્રેગન ફુટની ખેતી માટે વિશાખાપટ્ટનમમાં ખાસ ટ્રેનિંગ લીધી છે અને ત્યાંથી બધુ શીખી પોતાના વતનમાં આ ખેતી શરૂ કરી છે. જ્યારે આ ખેતીની તેમણે શરૂઆત કરી તો પ્રથમ વર્ષે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

    જેની સામે સવા લાખ રૂપિયોનો પાક ઉતર્યો હતો. પરંતુ બીજા વર્ષથી એક લાખના ખર્ચ સામે 6 લાખથી વધુનો પાક હાલ તેઓ લઈ રહ્યા છે. જેના કારણે આસપાસના અન્ય ખેડૂતો માટે તેઓ એક આદર્શ અને પ્રગતિશિલ ખેડૂત બન્યા છે. હાલ તેમના ડ્રેગન ફ્રુટ 400 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply