રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી
Live TV
-
રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી દિવસોમાં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો પણ છે. આગામી પાંચ જૂને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક એર સર્ક્યુલેશન બની શકે છે. તેમજ સાત જૂન આસપાસ આ સાઇક્લોનિક એર સર્ક્યુલેશન લો પ્રેશરમાં રૂપાંતરિત થઈ શકે છે જેના પરિણામે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 7 થી 11 જૂન વચ્ચે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ચોમાસુ હાલ લક્ષદીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ ચોમાસુ કેરળથી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધશે તેમ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતિએ જણાવ્યું હતું.