રાજ્યમાં દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદનું આગમન
Live TV
-
રાજ્યમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન આંકડાકીય માહિતી જોઇએ તો ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં 38 મીલી મીટર જ્યારે વિસનગર તેમજ મોડાસામાં વાદળી વરસી હતી. આણંદ જિલ્લાના પેટલાદમાં 14 મી.મી વડોદરા જિલ્લાના પાદરામાં 9, વડોદરામાં 11 મી.મી જ્યારે વાઘોડિયામાં હળવું ઝાપટું પડ્યું હતું. રાજકોટમાં 7 મી.મી વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયામાં 21 મી.મી વિસાવદરમાં 15 મીલી મીટર, ગીરગઢડામાં 29 મીલી મીટર, તાલાલામાં 13 ઉનામાં 37 મી.મી વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અમરેલીમાં 19, ખાંભામાં 12, લાઠીમાં 19 જ્યારે સાવરકુંડલામાં 24 મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં ભાવનગરમાં 19 મી.મી, જેસરમાં 12, મહુવામાં 15 અને ઉમરાળામાં 13 મી.મી વરસાદ નોંધાયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં આજે બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો છે શહેરી વિસ્તારોમાં પણ વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે. ખેડૂતો વરસાદને કારણે ખેતી કામમાં જોતરાયા છે.
