લીલીયા મોટામાં કૃષિ શિબિર અને મહિલાઓ માટે 3 દિવસીય 'કિચન કેનિંગ' વર્કશોપ સંપન્ન
Live TV
-
લીલીયા મોટામાં કૃષિ શિબિર અને મહિલાઓ માટે 3 દિવસીય 'કિચન કેનિંગ' વર્કશોપ સંપન્ન
લીલીયા મોટા ખાતે શ્રી ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે એક ભવ્ય અને સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર તેમજ મહિલાઓને પગભર બનાવવા માટે ત્રણ દિવસીય 'કિચન કેનિંગ' વર્કશોપ યોજાયો હતો.
ભવ્ય દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરુણભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન ભાવનાબેન ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ સંશોધન પરિષદના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા રાષ્ટ્રીય “ખેત બચાવો અભિયાન” અંતર્ગત ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકોથી માહિતગાર કરાયા હતા. ખેડૂત શિબિરમાં કપાસ સહિતના પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ, બાગાયત પાકોની સંભાળ તેમજ ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ સંશોધન પરિષદના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા રાષ્ટ્રીય “ખેત બચાવો અભિયાન” અંતર્ગત ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કિચન કેનિંગ વર્કશોપ: મહિલાઓને મળી સ્વરોજગારીની ચાવીમહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને અને પૂરક રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ત્રણ દિવસીય વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં મહિલાઓને હોમમેડ અને બેકરી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રોફેશનલ તાલીમ અપાઈ, જેમાં મુખ્યત્વે કેરી પાપડ, મેંગો ફ્રૂટી, પાઈનેપલ જામ, ચીલી સોસ, પફ, જાંબુ શોટ્સ, નાનખટાઈ બિસ્કિટ, ડોનટ, ચોકલેટ કેક, ઘઉંના બિસ્કિટ, ચોકલેટ અને ખારી જેવી વિવિધ ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
