Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં યોજાયેલી લોકઅદાલતમાં 15000 કેસનો નિકાલ

Live TV

X
  • જિલ્લા પ્રિન્સીપાલ અને સેશન્સ કોર્ટના જજ ડૉ. એ.સી.જોશીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

    કેન્દ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી ગઇકાલે વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વડોદરા જિલ્લા પ્રિન્સીપાલ અને સેશન્સ કોર્ટના જજ ડૉ. એ.સી.જોશીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં વડોદરાના જોઈન્ટ સીપી કેસરીસિંહ ભાટી તેમજ જિલ્લા કલેક્ટર ઉપરાંત પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. લોક અદાલતમાં 18000 જેટલા કેસ રજુ કરવામા આવ્યા હતા. જેમાંથી 15,000 જેટલા કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેશન્સ કોર્ટના જજ ડૉ. એ.સી.જોશીએ જણાવ્યું હતું કે પડતર કેસોનું નિરાકરણ અને લોકોને ન્યાય મળી રહે તે આશયથી લોક અદાલત યોજવામાં આવે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply