Skip to main content
Settings Settings for Dark

વલ્લભીપુરમાં ૨૮ સપ્ટેમ્બરે વરિષ્ઠ નાગરિકોને, વિનામૂલ્યે સહાયક સાધનોનું વિતરણ

Live TV

X
  • વલ્લભીપુર ખાતે ભારત સરકારની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વિનામૂલ્યે સહાયક સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગંભીરજીંહજી હાઈસ્કૂલના મેદાન, હાઈવે રોડ, વલ્લભીપુર ખાતે યોજાનારા આ કેમ્પમાં વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના અગાઉથી ઓળખાયેલા ૯૨૫ વરિષ્ઠ નાગરિકોને રૂ.૮૬,૩૬,૮૯૪ની કિંમતના કુલ ૫,૩૦૭ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.

    ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની આ યોજના અંતર્ગત, ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૩૦ જૂનથી ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ALIMCO દ્વારા, મૂલ્યાંકન શિબિરો યોજાઈ હતી. જેમાં જિલ્લાના કુલ ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી. તેમને કુલ ૪૫,૯૬૮ સહાયક સાધનો મળવાપાત્ર છે, જેની કિંમત રૂ.૭,૬૫,૬૯,૦૩૬ છે.

    વલ્લભીપુર ખાતેના કેમ્પમાં વ્હીલચેર, ચાલવાની લાકડીઓ, શ્રવણયંત્રો, બત્રીસી, કમરના પટ્ટા, ઘૂંટણ અને ખભાના બ્રેસ, વોકર્સ, સીટ કુશન, કોમોડ સ્ટૂલ સહિતના સાધનોનું વિતરણ કરાશે.

    કેમ્પમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા સહિત જિલ્લા તથા તાલુકા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ આયોજનથી વરિષ્ઠ નાગરિકોને, રોજિંદા જીવનમાં ઉપયોગી સહાયક સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply