Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યોગ દિવસ પર વડોદરામાં પાણીમાં યુવાનો અને વરીષ્ઠોએ યોગ ક્રિયા તેમજ યોગાસનો કર્યા

Live TV

X
  • માનવીએ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ ક્રિયા અને ધ્યાન કરવું જરૂરી છે એમ ભારતીય શાસ્ત્રોમાં જણાવ્યું છે. જેમાં યોગાસનો તેમજ ધ્યાન ક્રિયા કરવાથી ફાયદો થાય છે.

    વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભારતભરમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સંગઠનો દ્વારા સામુહિકરીતે યોગ દિવસન ઉજવવામાં આવ્યો. વડોદરામાં પણ વિવિધ સંસ્થાઓએ યોગ દિવસ ઉજવ્યો. વડોદરામાં યોગાચાર્ય રાજેશ બારોટ દ્વારા યોગ સિવસની યજવની અનોખી રીતે કરવામાં આવી. સરદારબાગ તરણ કુંડમાં 80 જેટલા યુવાનો અને વરીષ્ઠોએ પાણીમાં યોગ ક્રિયા તેમજ યોગાસનો કરીને યોગ દિવસ ઉજવ્યો.

    માનવીએ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ ક્રિયા અને ધ્યાન કરવું જરૂરી છે એમ ભારતીય શાસ્ત્રોમાં જણાવ્યું છે. જેમાં યોગાસનો તેમજ ધ્યાન ક્રિયા કરવાથી ફાયદો થાય છે.  સ સામાન્યપણે સૂર્ય નમસ્કાર, પદ્માસન,શવાસન, વજાસન,ગૌમુખાસન સહિત વિવિધ આસનો માનવીને શારીરીક તંદુરસ્તી આપે છે. ભૂમિ યૌગ ની સાથે જળયોગ પણ માનવીને ઘણા ફાયદા આપે છે. વડોદરા ખાતે આજે વિશ્વ દિવસની ઉજવણી વિશેષ રીતે જળમાં યોગ ક્રિયાઓ તેમજ આસનો કરીને કરવામાં આવી.

    ભારતીય શાસ્ત્રોમા જળયોગનું અનેરું મહત્વ દર્શાવ્યુ છે. પાણીમાં તાડાસન,વૃક્ષાસન, પાદ હસ્તાસન, પદ્માસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, શવાસન, શીર્ષાસન, અગ્નિસાર ક્રિયા, અનુલોમ વિલોમ, સૂર્યભેદન કુંભક પ્રાણાયામ, કપાલભાતિ, ભ્રામરી પ્રાણાયામ જેવા વિવિધ યોગાસનો કરી શકાય છે. ઉપરોક્ત યોગાસનો અને યોગ ક્રિયાઓથી માનવીને અનેક ફાયદા તેમજ રોગમાં રાહત મળે છે. જે લોકો ભૂમિ યોગ નથી કરી શકતા તેઓ જળમાં યોગક્રિયાઓ તેમજ યોગાસનો કરે તો તેને ફાયદા થાય છે. પાણીમાં આસનો કરવાથી શરીરના છિદ્રો ખૂલી જવાથી તેનાથી શરીરને ઓક્સિજન  મળે છે. જળમાં યોગ કરવાથી પીઠ અને કમરના દુખાવામાં,શરીરની જકડન, અસ્થમા, વજન ઘટાડવામાં અને માનસિક રોગોમાં રાહત થાય છે ઉપરાંત વજન ઘટાડવામાં પણ જળયોગ ઉપયોગી પુરવાર થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply