વિસનગર ખાતે લાડકવાયી દીકરી રજત જયંતિ મહોત્સવનું કરાયું આયોજન
Live TV
-
વિસનગર ખાતે આવેલ ગોવિંદ ચકલા પટેલવાડીમાં કડવા પાટીદાર સમાજ દ્વારા લાડકવાયી દીકરી રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની બહેનો અને દીકરીઓ તેમજ દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. વિસનગર ગોવિંદ ચકલા પટેલ સાત ગામ પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનુ આયોજન કરી પૈસાનો બચાવ કરવાની પહેલ કરવામાં આવી રહી છે. જેમાં બીજા સમાજના લોકો પણ પહેલ અપનાવે તેવી વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, સમાજના અગ્રણીઓ, દાતાઓ તેમજ બહેનો/દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
