સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 9 હજારથી વધુ આવાસો પૂર્ણ કરાયા
Live TV
-
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત 17280 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે જે અંતર્ગત 9686 આવાસોની કામગિરી પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે દેશના છેવાડાના ગરીબ માણસનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સામાન્ય ગરીબ માણસોને પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા આર્થિક સહાય ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2016-17 થી 2021-22ના 5 વર્ષમાં 17280 આવાસો મંજૂર કરવામાં આવ્યાં હતા. આ યોજનાના પરિણામ સ્વરુપ 9686 પરીવારોને પોતાના પાકા આવાસો મળ્યા છે અને 7594 આવાસો પ્રગતિ હેઠળ છે.
