Skip to main content
Settings Settings for Dark

સામાજિક જવાબદારી નિભાવતી SBI, ગુજરાતની ત્રણ સંસ્થાઓને ચેક અર્પણ

Live TV

X
  • સ્વચ્છતા અભિયાન, શૌચાલય નિર્માણ કરવા ચેક અર્પણ કરાયા

    વિશ્વની શ્રેષ્ઠ પચાસ બેંકોમાં જેની ગણના થાય છે તેવી ભારતીય સ્ટેટ બેંક, ગુજરાતમાં સામાજીક જવાબદારી નિભાવવા તત્પર રહે છે. અમદાવાદમાં લાલદરવાજા ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય મથક ખાતે, ગુજરાતની ત્રણ સંસ્થાઓને બેન્ક દ્વારા ચેક આપવાનો સમારંભ યોજાઇ ગયો. આ પ્રસંગે સ્ટેટ બેન્કના મુખ્ય મહાપ્રબંધક દુઃખબંધુ રથના હસ્તે, ભુજની કચ્છી લેઉવા પટેલ મેડિકલ સંસ્થાને વેન્ટીલેટર ખરીદવા બાર લાખ રૂપિયાનો ચેક, ભુજની રામકૃષ્ણ મિશન સંસ્થાને અઢાર લાખ રૂપિયા, અને પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા, પચ્ચીસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહાપ્રબંધકે જણાવ્યું હતું, કે ભારતીય સ્ટેટ બેંક હંમેશા સમાજમાં લોકોઉપયોગી કાર્યોને મદદ કરવા તત્પર રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply