સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય એટલે રોબો રથયાત્રા: વડોદરા રથયાત્રા
Live TV
-
વડોદરા ખાતે આજે ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી દરમિયાન સ્માર્ટ રોબો રથે ભારે આકર્ષણ જમાવ્યું. પરંપરામાં ટેક્નોલોજી વાપરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી કાઢવામાં આવી.
આજે વડોદરા સહીત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. જય જગન્નાથના નાદ સાથે વડોદરા શહેરનું વાતાવરણ ગુંજી રહ્યુ છે. શહેરના અનેક માર્ગો પર વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન વડોદરા ખાતે વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી અનોખી રથ યાત્રા કાઢવામાં આવી.
જેમ ટેક્નોલોજી વધી રહી છે તેમ ભગવાનનો રથ પણ સુવિધાઓ સાથે આકર્ષક બનાવવામાં આવે છે. ત્યારે નિઝામપુરાના મકવાણા પરિવાર તરફથી 11માં વર્ષે રિમોર્ટ રથમાં જગન્નાથ પ્રભુની યાત્રા કાઢવામાં આવી. શ્રીજગન્નાથજીની સેવામાં લેવાતા નંદીઘોષ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો 5 ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ પર આવેલા શ્વેતરંગના ચાર ઘોડાઓને તથા 6 પૈડાઓને રોબોટ સાથે જોડીને રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે. જેને રસ્સી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લ્યુટુથ સાથે કનેક્ટ કરી ચલાવવામાં આવે છે.