Skip to main content
Settings Settings for Dark

સુરત અને ડીસામાં ફૂડ વિભાગની કાર્યવાહી, લાખોનું શંકાસ્પદ ઘી અને તેલ જપ્ત

Live TV

X
  • ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરત અને બનાસકાંઠાના ડીસામાં વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. બંને સ્થળોએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટે વપરાતું તેલ જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા તમામ નમૂનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલી 'કેવલ ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં તપાસ દરમિયાન લાયસન્સ વગર નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન અને પેકિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ આશરે રૂ. 26.12 લાખ કિંમતનું 5,157 લીટર ઘી તેમજ રૂ. 3.63 લાખના પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરીને તેના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે.

    આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ વિવિધ વેપારી પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી અંદાજે રૂ. 6.22 લાખ કિંમતનું 987 લીટર શંકાસ્પદ ઘી કબજે કરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભેળસેળ કરનારાઓ સામે આવી ઝુંબેશ વધુ કડક રીતે ચાલુ રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
apply