Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન

Live TV

X
  • આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – લીંબડી દ્વારા ભાઈઓ તથા બહેનોની બે અલગ અલગ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભાઇઓની સાઇકલ રેલીનું આયોજન કલેકટર કચેરી - સુરેન્દ્રનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. જ્યારે બહેનોની સાઇકલ રેલીનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ – લીંબડી ખાતેથી કરવામાં આવ્યું હતું.

    તો છોટાઉદેપુર જિલ્લાના  ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનની સાત સ્પર્ધાઓ જેવી કે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ટેનિસબોલ ક્રિકેટ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું જિલ્લાકક્ષાએ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર  ખાતેથી મેળવી 6 સપ્ટેમ્બર સુધીમાં ભરી  મોકલી આપવાનું રહેશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply