Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવને શ્રાવણના ત્રીજા સોમવારે ખાસ ચંદન શૃંગાર

Live TV

X
  • સોમનાથ મહાદેવને શ્રાવણના ત્રીજા સોમવારે ખાસ ચંદન શૃંગાર

    પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ શૃંગાર દ્વારા મહાદેવને ચંદનની શીતળતા અર્પણ કરવામાં આવી હતી. આ વિશેષ શૃંગાર પાછળનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ અને કલ્યાણનો ભાવ રહ્યો હતો.

    આ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ચંદન ઉપરાંત ગુલાબ, ગલગોટા, મોગરા સહિતના વિવિધ પુષ્પો અને ફૂલહારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભક્તોએ મહાદેવના આ મનોહર સ્વરૂપના દર્શન કરી પૂજન-અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.

    શ્રાવણના આ ખાસ દિવસે, મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા-વિધિનો લાભ લીધો હતો. આ દિવસે 45 ધ્વજાપૂજન, 62 સોમેશ્વર મહાપૂજન અને 715 રુદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. આ પૂજા-પાઠમાં ભાગ લઈને ભક્તોએ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply