GTU ખાતે રાષ્ટ્રીય લેવલની કાર્યશાળાનું આયોજન
Live TV
-
ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ મુલ્યોને તકનિકી શિક્ષામાં સમાવવાનો ઉમદા હેતુ
ભારતીય સંસ્કૃતના ઉચ્ચ મુલ્યોને તકનિકી શિક્ષામાં કઇ રિતે સમાવી શકાય તેવા ઉમદા હેતુથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ખાતે રાષ્ટ્રીય લેવલની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જ્યારે નવિ રાષ્ટ્રીય શિક્ષા નિતી વિશે દેશ ભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારતીય પ્રાચિન મુલ્યોને ફરીથી પ્રસ્થાપિત કરવા માટેની જરૂરિયાત અંગે પણ આ કાર્યશાળામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યશાળાનું ઉદ્દઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે શિક્ષા સંસ્કૃત ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી તથા GTUના કુલપતિ નવિન શેઠ તેમજ રજીસ્ટ્રાર ડો. કે.એન.ખેર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતમાં હંમેશાં ભારતીય શિક્ષાને આગવું સ્થાન આપવામાં આવ્યું છે.
