LJ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં કરી નવાવર્ષની ઉજવણી
Live TV
-
આજે એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સના એલ.જે કોલેજના એલ.જે યુથ સેન્ટર દ્વારા નવાવર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી ના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા આંબલી બોપલ રોડ પર આવેલ સ્વર્ણ મંદિર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે મળીને નવાવર્ષની ઉજવણી કરી હતી.
આ સંદર્ભે વૃદ્ધાશ્રમમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધો સાથે ગીતો ગાઈને તેમજ કેક કાપીને નવા વર્ષનું વેલકમ કરવામાં આવ્યું. આ તબક્કે અનાથ બાળકોને પણ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે એલ.જે યુથ સેન્ટરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. એલ.જે યુથ સેન્ટરના સભ્યો દ્વારા યુવાનોને પ્રેરણારૂપ બને તેવી ઉજવણી કરવામાં આવી હતી.
