Submitted by developer on
1... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે.. વડોદરા ખાતે ભારતીય વાયુસેનાના C - 295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું કરશે ખાતમુર્હૂત.. તો ઉદ્યોગપતિઓ સાથે પણ કરશે મુલાકાત..
2... પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગ્યે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં,, પોતાના વિચારો કરશે રજૂ.. દૂરદર્શન અને આકાશવાણીનાં સમગ્ર નેટવર્ક પર થશે પ્રસારણ..
3... હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં.. ભાજપના 32 સ્ટાર પ્રચારક,, 68 વિધાનસભા ક્ષેત્રોમાં વિજય સંકલ્પ અભિયાન કરશે શરૂ... અન્ય પાર્ટીઓ પણ પ્રચારમાં લગાવી રહી છે,, એડીચોટીનું જોર.. કુલ 413 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં..
4... દક્ષિણ કોરીયાની રાજધાની સિયોલમાં,, ભાગદોડથી 149 લોકોના થયા મૃત્યુ.. હેલોવીન ઉત્સવની ઉજવણી વખતે થયેલ ભાગદોડમાં,, 75 થી વધુ લોકો થયા ઘાયલ..
5... રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ,, કેબિનેટની બેઠકમાં કરાયો પસાર.. હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં, રચાશે કમિટી.. કમિટી વિવિધ પાસાઓનું કરશે મુલ્યાંકન.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે,, ટ્વીટના માધ્યમથી આપી માહિતી..
6... રાજય સરકારનો વધુ એક મોટો નિર્ણય... ઈજનેરી અને તબીબી સહિત,, અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે,, સમિતિની કરાઈ રચના.. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત...
7... ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.. કૃષિ વીજ જોડાણના Meter Tariff Fix Charges માં કર્યો ઘટાડો.. 7.5 હોર્સ પાવર આધારિત વીજ જોડાણમાં,, હવે 10 રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે મળશે વીજળી.. જ્યારે 7.5 થી વધુ પર,, 5 રૂપિયા પ્રતિ હોર્સ પાવરે મળશે વીજળી..
8... સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ.. Price Support scheme હેઠળ,, અંદાજિત 3.50 લાખ ખેડૂતોને મળશે લાભ.. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે,, રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતેથી, ખરીદીનો કરાવ્યો આજે પ્રારંભ..