Skip to main content
Settings Settings for Dark

PM inaugurates the 16th Pravasi Bharatiya Divas Convention 2021 today| Mid Day News| 09-1-2021

Live TV

X
Gujarati

1... ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન.. માધવસિંહ સોલંકી ગુજરાતના હતા 7માં મુખ્યમંત્રી... માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો છે રેકોર્ડ..

2...ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવસિંહ સોંલકીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ... મુખ્યમંત્રીએ આજના તેમના તમામ કાર્યક્રમ કર્યા રદ... ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મડળની મળશે બેઠક...

3... મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં મોડી રાત્રે સરકારી હોસ્પિટલમાં લાગી આગ.. હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત, 7 બાળકોનો બચાવ - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટ કરી વ્યક્ત કર્યુ દુ:ખ...

4... 16માં પ્રવાસી ભારતીય દિવસ સમારોહની શરૂઆત.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમારોહનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ધાટન - પ્રધાનમંત્રીએ તમામ ભારતીય પ્રવાસીઓનો માન્યો આભાર - Suriname ના રાષ્ટ્રપતિ સમારોહના રહ્યાં મુખ્ય મહેમાન..

5... અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ, નવી કેબિનેટમાં 12થી વધુ ઐતિહાસિક નિયુક્તિઓ.. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં 2 ભારતીય-અમેરિકીનો પણ સમાવેશ..ટ્રમ્પે બાઈડનના શપથગ્રહણ કાર્યક્રમમાં જવાનો કર્યો ઈનકાર.. ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટ પર લાગ્યો કાયમી પ્રતિબંધ

6... દેશમાં કોરોના સામે જંગ યથાવત્.. છેલ્લા 24 કલાકમાં નવા 18 હજાર 222 કેસ નોંધાયા - 19 હજાર 253 દર્દીઓ થયા સાજા, તો 228 દર્દીઓના થયા મોત... કોવિડ-19 રસીકરણ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે કરશે બેઠક...

7... રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરીના કારણે  કોરોનાના કેસમાં સતત ઘટાડો.... શુક્રવારે નોંધાયા 685 નવા કેસ...તો 892 દર્દીઓ થયા સાજા...અમદાવાદમાં 134, સુરતમાં 126, વડોદરામાં 87 અને રાજકોટમાં નોંધાયા 79 કેસ...કુલ ત્રણ લોકોના મૃત્યુ... અમદાવાદમાં BRTS ના સમયમાં કરાયો ફેરફાર.. હવે સવારે 7 થી રાતના 9 સુધી ચાલશે BRTS..

8... ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશતના પગલે તંત્ર થયું એલર્ટ. ભાવનગરમાં જિલ્લા પશુપાલન વિભાગે મરઘા ઉછેર કેન્દ્રના માલિકોને સર્તક રહેવા કરી તાકીદ.. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી મળી આવ્યા 6 કાગડાના મૃતદેહ.. તંત્ર દ્વારા મરઘા વેચાણ કેન્દ્રોની મુલાકાત લઈને આ રોગ સામે રક્ષણ મેળવવા અપાઈ અગત્યની સૂચનાઓ

9.. સીડની ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 244 રને ઓલઆઉટ... ઓસ્ટ્રેલિયાને મળી 94 રનની લીડ... ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં ફટકાર્યા હતા 338 રન...  બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના એક વિકેટે 103 રને 2 વિકેટ
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply