Skip to main content
Settings Settings for Dark

PM Modi to release 9th installment of PM-KISAN | Samachar @ 11 AM | 09-08-2021

Live TV

X
Gujarati

1.....નર્મદાના રાજપીપળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી....મુખ્યમંત્રી બિરસા મુંડા ટ્રાઇબલ યુનીવર્સીટીનું કરશે ખાતમુહુર્ત  ---- રાજપીપળા ઉપરાંત 53 તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન...તો,  રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ચાલતી ઉજવણીનો આજે અંતિમ દિવસ

2...અમરેલીના સાવરકુંડલા નજીક મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં 8 લોકોના કમકમાટી ભર્યા મોત...બેકાબૂ બનેલી ક્રેન ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત....મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો શોક....રાજ્ય સરકારે મૃતકના પરિવારને ચાર લાખની સહાયની કરી જાહેરાત ....

3....આજે ભારત છોડો આંદોલનની 79મી વર્ષ ગાઠ...ઉપરાષ્ટ્રપતિએ વેકૈંયા નાયડુએ આંદોલનમાં ભાગ લેનાર લોકોની દેશભક્તિને કર્યા નમન...તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ...કહ્યું, મહાત્મા ગાંધીથી પ્રેરિત થઇ ભારત છોડો આંદોલનની ગુંજ સમગ્ર ભારતમાં ઉઠી હતી....

4...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફ્રંસિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નવમો હપ્તો કરશે જાહેર......9 કરોડ 75 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારને સાડા ઓગણીસ હજાર કરોડથી વધુની રકમની ચૂકવાશે સહાય...પ્રધાનમંત્રી મોદી ખેડૂતો સાથે પણ કરશે સંવાદ...

5...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કરશે અધ્યક્ષતા....દરિયાઇ સુરક્ષા, અંતરરાષ્ટ્રીય સહયોગ સહિતના મુદ્દા પર થશે ચર્ચા....વીડિયો કોન્ફ્રંસિંગના માધ્યમથી યોજાનારી સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ લેશે ભાગ....

6..છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 35 હજાર 499 કેસ...તો, 39 હજાર 686 દર્દી થયા સાજા...રિકવરી રેટ પણ વધીને પહોંચ્યો 97.40 ટકા પર....ગઇકાલે  16 લાખ 11 હજાર  લોકોને અપાઇ વેક્સીન...કુલ વેક્સીનેશનનો આંક 50 કરોડ 86 લાખને પાર....તો, ગુજરાતમાં રવિવારે નવા 25 કેસ સામે 14 દર્દી થયા સાજા...

7....કોરોના સંક્રમણ ઘટતા અલગ-અલગ રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા યથાવત્.....દિલ્લીમાં આજથી સપ્તાહિક બજાર શરૂ....તો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આંશિક રૂપે ખુલશે શાળાઓ...તમિલનાડુમાં આજથી નવા દિશા-નિર્દેશ લાગુ....કેરલમાં રસીકરણ અભિયાનને બનાવાશે તેજ...તો, હરિયાણામાં 23 ઓગસ્ટ અને ગોવામાં 16 ઓગસ્ટ સુધી લંબાવાયું કોરોના કફર્યૂ...

8....કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની પોઝિટિવ શરૂઆત....માર્કેટ ખુલતા જ સેનસેક્સમાં 250 પોઇન્ટનો ઉછાળો....આઇટી શેરમાં લેવાલીના કારણે શેયરમાર્કેટ ગ્રીન ઝોનમાં....સેનસેક્સે વટાવી 54 હજાર 500ની સપાટી તો, નિફ્ટી 16 હજાર 300ને પાર..

9....આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ..... પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉમટ્યા ભાવિ ભક્તો...કોરોનાની ગાઇડલાઇન સાથે શ્રદ્ધાળુંઓ કરી રહ્યાં છે ભોળેનાથના દર્શન.....હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા શિવમંદિરો...

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply