Submitted by developer on
1.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પર દેશમાં રેકોર્ડબ્રેક રસીકરણ....આજે બપોર સુધીમાં દોઢ કરોડથી વધુ વેક્સિનના અપાયા ડોઝ...કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું, રસીકરણમાં નવો કીર્તિમાન પ્રધાનમંત્રી માટે સૌથી મોટી જન્મદિવસની ભેટ..... 1 કરોડનો લક્ષ્યાંક દેશે ચોથી વખત કર્યો પૂર્ણ....
2....રાજ્યમાં વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે બપોર સુધીમાં 10 લાખ લોકોએ લીધી કોરોનાની રસી.....મેગા ડ્રાઈવની સતત સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજકુમારનાગરિકોએ પણ રસી લેવામાં બતાવ્યો ઉત્સાહ.... તો ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને રસીકરણમાં આવરી લેવાનો તંત્રનો છે લક્ષ્યાંક...
3....આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ...સેવા સમર્પણ દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે આજનો દિવસ.....17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ભાજપ દેશભરમાં ચલાવશે સેવા સમર્પણ અભિયાન....સાંસ્કૃતિક મંત્રાલય પ્રધાનમંત્રીને મળેલી ભેટ-સોગાદોની આજથી ઈ-હરાજી શરુ...
4.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી....અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરને આપી નમો વનની ભેટ......બાપુનગર ખાતે નમો વનમાં રેકોર્ડબ્રેક 71 હજાર વૃક્ષારોપણ કરી ગ્રીન કવર વધારવાની વ્યક્ત કરી નેમ.....તો સોમનાથ મંદિર ખાતે મહામાર્ક્ડેંય પૂજાનું અને સ્વચ્છતા અભિયાનનું કરાયું આયોજન..
5.... શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્રઅધ્યક્ષોની બેઠક માં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , વર્ચ્યુઅલી કર્યુ સંબોધન.......કહ્યુ....શાંતિ અને સુરક્ષા દુનિયા માટે ,સૌથી મોટો પડકાર.....SCO સભ્યોએ , પરસ્પર વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે, કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં પારદર્શકતા અને સહભાગીતાને ગણાવી અનિવાર્ય.....
6... સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા મહારાષ્ટ્રના નાંદેડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન....અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કરોડમું વૃક્ષ રોપી કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ.....CAPF દ્વારા ચાલુ વર્ષે કુલ 99.99 લાખ વૃક્ષારોપણ કરાયું....CAPFના ઉચ્ચ જવાનો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત..
7.... કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પહોંચ્યા ભરુચ.....દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરીનું કર્યું નિરીક્ષણ...કહ્યું, દેશમાં ટેક્નોલોજી ડેવલપ કરીએ તો થાય સારા કામ.. હવે દિલ્લી - મુંબઈ મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને થશે 13 કલાક...
8.... દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં... દેશભરમાં રસીકરણનો આંકડો 76 કરોડની પાર...છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા કોરોનાના નવા 34 હજાર 403 કેસ.....દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.65 ટકા..તો ગુજરાતમાં ગુરુવારે નોંધાયા 22 નવા કેસ....અમદાવાદ-વડોદરામાં 5-5 કેસ...