Skip to main content
Settings Settings for Dark

Samachar @ 11:00 AM I Date 21-02-2018

Live TV

X
Undefined

Budget Reaction

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વર્ષ 2018-19નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેતી, માળખાકીય સુવિધા, શિક્ષણ, રોજગારી અને પાણી પુરવઠા સહિત વિવિધ વિભાગને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ બજેટ અંગે પ્રતિભાવ આપતાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ બજેટને વિકાસલક્ષી ગણાવી આવકાર્યું હતું.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે તાજેતરમાં રજૂ થયેલ પુરાંતલક્ષી બજેટને બિરદાવી જણાવ્યું હતું કે, રાજ્યની આવકમાં 20 પ્રોજેક્ટ 92 ટકાનો વધારો આવ્યો છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં વિવિધ વિભાગોમાં ગતવર્ષ કરતા વધુ ફાળવણી કરવામાં આવી છે, જેથી આ બજેટને વિકાસલક્ષી છે. 

PM+UP Investment Summit

રોજગારની તકો ઉભી કરવા અને ઔદ્યોગીક વિકાસની ઝડપને આગળ ધપાવવા માટે ઉત્તરપ્રદેશ સરકાર ,બે દિવસીય રોકાણ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ સંમેલનમાં રાજ્યપાલ રામનાઈક, ગૃહમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રીમંડળના સભ્યો અને આમંત્રીત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા છે.આ સંમેલનનો ઉદ્દેશ , રાજ્યમાં વધુને વધુ રોકાણ આવે અને ઔદ્યોગીક વિકાસ માટે સંભાવનાઓને વધારવાનો છે. બે દિવસીય સંમેલનના સમાપન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધીત કરશે. ઉત્તરપ્રદેશમાં નવી સરકાર ,રાજ્યનો ઔદ્યોગીક વિકાસ કરવા તત્પર છે. આ સંમેલનને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં યોજાતી સમિટ પ્રમાણે, તૈયાર કરાયું છે. તેઓએ મુખ્ય ઉદ્દેશ કૃષિ, ડેરી અને ઉદ્યોગ, પર્યટન તેમજ MSME ઉદ્યોગને ઉત્તેજન આપવા સાથે રોકાણ લાવવાનો છે. તેઓનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં 10 લાખ રોજગારી ઉભી કરવાનો છે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતના પ્રમુખ ઉદ્યોગપતિઓ તેમજ જાપાન, નેધલરેન્ડ, ફિનલેન્ડ, જેકોસ્લાવીયા, ફિંચ, થાયલેન્ડ અને સહયોગી દેશના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે.

PM Farmar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી પુસામાં, કૃષિ 2022 ખેડૂતોની આવક બમણી કરવા ,રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધીત કર્યું હતું. આ સંમેલન, ખેતી અને ખેડૂત કલ્યાણથી સંબંધીત મુદ્દા અને તેના યોગ્ય ઉકેલ શોધવા માટે, આયોજીત કરાયું હતું. પ્રધાનમંત્રીએ પ્રોદ્યોગીકી સંસ્થાન જેવા સ્થળેથી કૃષિ ક્ષેત્ર જેવા નવા ઉપાય ઉપર કામ કરવાનું આહવાન કર્યું હતું. તેમણે એ વાત ઉપર ખુશી વ્યક્ત કરી હતી કે, માત્ર એક વર્ષમાં ડાંગરનું ઉત્પાદન, 1 કરોડ 70 લાખ ટનથી વધીને, બે કરોડ 30 લાખ ટન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે, યુરિયાની 100 ટકા નીમ કોટેડથી ,ખેડૂત પોતાના ખેતરમાં ઓછા યુરિયાના ઉપયોગથી પાક લઈ શકે છે, જેનાથી ધનની બચત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમીન સ્વાસ્થ્ય કાર્ડથી ,ખાતરનો ઉપયોગ 8થી 10 ટકા ઘટ્યું છે. જ્યારે ઉપજમાં પાંચથી છ ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકારે 99 સિંચાઈ યોજના સમયબદ્ધ પુરી કરવાનો નિર્ણય કર્યો છે, જે છેલ્લા 20-20 વર્ષથી પડતર છે. 

arun Jatly Scam

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બેંકના NPA ઉપર ચિંતા વ્યક્ત કરી, બેંકના ઓડિટર્સ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, બેંકીંગ સીસ્ટમમાં લોન આપનાર અને લોન લેનાર વચ્ચે, વિશ્વાસ ઉપર સંબંધ ટક્યો છે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે, જે લોકો લોન લઈને ફરાર થાય છે. તેમણે હર હાલમાં પકડવામાં આવે, જેથી દેશની જનતા છેતરાયા હોવાનું ન અનુભવે. જેટલીએ સ્પષ્ટ કર્યું કે, બેંકીંગ સીસ્ટમને દગો આપનાર આરોપીઓને છોડવામાં નહીં આવે. તેઓ ગમે ત્યાં છુપાયા હોય તેને શોધી કાયદાના હવાલે કરાશે. તેમણે સંબંધીત તપાસ એજન્સીઓને કહ્યું કે, તેઓ બેંકીંગ સીસ્ટમની જરૂરિયાતની સમીક્ષા કરે અને તે આધારે એક એવી વ્યવસ્થા સ્થાપીત કરે જેનાથી નાણાકીય અનિયમીતતા શરૂઆતમાં જ પકડાઈ જાય અને તેને વધતી અટકાવી શકાય. 

PNB+Gitanjali Scam Update

પંજાબ નેશનલ બેંક સાથેની છેતરપિંડીના કૌભાંડમાં CBIએ બેંકના જનરલ મેનેજર કક્ષાના અધિકારી રાજેશ જિંદાલની ધરપકડ કરી છે. જિંદાલ 2009થી 2011 દરમિયાન PNBની મુંબઈ ખાતેની બ્રાડી હાઉસ શાખાના વડા હતા. આ સમયગાળા દરમિયાન જ નિરવ મોદીની કંપનીઓને નિયમો નેવે મૂકીને લેટર્સ ઓફ અન્ડરટેકિંગ અપાયા હતા. આ અગાઉ ગઈકાલે કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની કંપનીના ,વરિષ્ઠ અધિકારી ,વિપુલ અંબાણી સહિત ,ચારની ધરપકડ કરી હતી. અંબાણીની સાથે પકડાયેલા અન્ય વ્યક્તિઓમાં કાર્યપાલક, સહાયક કવિતા માનકિકર, વરિષ્ઠ અધિકારી અર્જૂન પાટિલ, નક્ષત્ર અને ગીતાંજલિ જૂથના CFO કપિલ ખાંડેવાલ અને ગીતાંજલિ જૂથના મેનેજર, નિતેન શાહીનો સમાવેશ થાય છે. કૌભાંડના પગલે નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની અરજી પર ,આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે પણ ગીતાંજલિના માલિક ,મેહૂલ ચોક્સી સામેના કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ મુંબઈની વિશેષ CBI અદાલતે PNBના ત્રણ અધિકારીને ,ત્રીજી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. દરમિયાનમાં અમદાવાદ ખાતે જુલાઈ 2014માં ગીતાંજલિ દ્વારા લોભામણી યોજનાઓ મારફતે કરાયેલી છેતરપિંડી અંગે શહેર ક્રાઈમ બ્રાંચે ,અખબારી યાદી બહાર પાડી છે, જેમાં આ છેતરપિંડીનો ભોગ બનેલાઓએ, ત્રણ દિવસમાં ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવા તાકીદ કરાઈ છે. 

Rotomac

CBIએ ,રોટોમેક ગૃપના માલિક વિક્રમ કોઠારીની આજે નવી દિલ્હીમાં એજન્સીના વડામથક ખાતે પૂછપરછ શરૂ કરી છે. CBIએ કેટલાક દિવસોથી કાનપુરમાં કોઠારી પરિવાર સંબંધીત ,તપાસ કરી રહી છે. બેંક લોકરો ખોલી, દસ્તાવેજ કબજે લઈ કામગીરી આગળ વધારાઈ છે. દરમિયાન વિક્રમ કોઠારીની એક કંપનીએ જામનગરની બેંકમાંથી લોન લીધા બાદ, પરત ન ચુકવી હોવાનો ,ધડાકો થયો છે. જામનગર દરેડ GIDCમાં આવેલી વેસ્ટ કોસ્ટ એક્સ્પુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ ,દેના બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરતાં ,અમદાવાદ રીજનલ બ્રાન્ચ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ છેતરપિંડીની અરજી કરાઈ હતી. આ અંગે આગળની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જામનગર બેંક ફ્રોડ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. Return to index of stories...

Aravalli Water Crises

ઉનાળાની મોસમ આ વખત ખેડૂતો માટે ,કપરી સાબિત થવાના એંધાણ છે. આવા સંજોગોમાં અરવલ્લી જિલ્લા વાસીઓને ,પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે અને તેની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે કલેકટર દ્વારા જિલ્લાસ્તરે દરેક ખાતાના અધિકારીઓનો સમાવેશ કરી ,એક કમિટી બનાવવામાં આવી છે. મહિનાના બીજા અને ચોથા સોમવારે કમિટીની બેઠક યોજવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકાના ગામોમાં પડનારી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ,એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાને પહોંચી વળવા 1.66 કરોડની ફાળવણી કરાઈ છે ,જે અંતર્ગત, જિલ્લાના 23 ગામોમાં નવા હેન્ડ પમ્પ બનાવવા ઉપરાંત હેન્ડ પમ્પ રીપેરીંગ માટે 10 ટિમો બનાવાઈ છે. જ્યારે 18 ગામોમાં નવા બોરના કામો હાથ ધરવામાં આવશે.

NARMADA WATER

ગુજરાત રાજ્યના જીવાદોરી સમાન ,સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ,110.55 મીટરથી નીચે જતી રહેતાં ,રાજ્ય સરકારને, એક ઐતિહાસિક નિર્ણય લેવાની ,ફરજ પડી છે. સરદાર સરોવરનું લાઇવ સ્ટોરેજ પાણી ,પુરૂ થઇ જતાં ,હવે બંધના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરાશે, જેના માટે સિંચાઈ લગાવી બાયપાસ ટનલ ખોલી દેવામાં આવી છે. આ ટનલ મારફતે ડેમના ડેડ સ્ટોરેજમાંથી નવ હજાર ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ડેમ પરના બંને વીજ મથકો પણ બંધ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ટનલની મદદથી ,ડેડ સ્ટોરેજનો પાણીનો જથ્થો મુખ્ય કેનાલો મારફતે ,રાજ્યભરમાં ,પુરો પાડવામાં આવશે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં ,આ વર્ષે , ઓછો વરસાદ થયો હોવાને કારણે ,રાજ્યને ,42 ટકા ,ઓછો પાણી પુરવઠો ,મળ્યો છે.

Div Flight

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ-દમણથી અમદાવાદ વચ્ચે આગામી 24મી ફેબ્રુઆરીથી વિમાન અને હેલિકોપ્ટર સેવાનો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે ,દિવ-દમણ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, દિવથી અમદાવાદ અને અમદાવાદથી દિવ વચ્ચે શરૂ થનારી ,આ 17 સિટવાળી ફ્લાઈટનું ભાડું રૂપિયા બે હજાર સુધીનું હશે. આ સુવિધા શરૂ થતાં ,અમદાવાદ અને દિવ વચ્ચે ઝડપથી આવ-જા શક્ય બનશે, જેના કારણે દિવના પર્યટનને પણ વેગ મળશે. આ સુવિધાના સંદર્ભમાં દિવ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક પણ યોજાઈ હતી.

Cricket

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-ટ્વેન્ટી મેચ શ્રેણીની, બીજી મેચ આજે સેન્ચુરીયનમાં રમાશે. પ્રથમ મેચ 28 રને જીત્યા બાદ ,ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં એક-શૂન્યની સરસાઈ મેળવી છે. હવે આ મેચ જીતીને શ્રેણી જીતવા ઉપર ટીમ ઈન્ડિયા લક્ષ બનાવશે. જ્યારે યજમાન ટીમ બીજી મેચમાં જીત મેળવી શ્રેણી જીવંત રાખવા પ્રયત્નશીલ બનશે. નીચલા ક્રમમાં મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મહેન્દ્રસિંહ ધોની, મેચ ફિનીશરની ભૂમિકા ભજવી શકે છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ,જયદેવ ઉનડકટ, બુમરાહ અને પંડ્યા યજમાન ટીમ માટે શીરદર્દ બની રહ્યા છે. 
 

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply