Submitted by gujaratdesk on
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જયંતી પર આજથી દેશભરમાં શરૂ થશે ગ્રામ સ્વરાજ્ય અભિયાન - આયુષ્યમાન ભારતની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રી છત્તીસગઢના જાંગલામાં આરોગ્ય અને વેલનેસ કેન્દ્રનું કરશે ઉદ્ઘાટન - સાથે પ્રધાનમંત્રી ઘણી વિકાસ યોજનાનું કરશે અનાવરણ. 2. પ્રધાનમંત્રીએ દેશને આપ્યો ભરોસો - કહ્યું અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદામાં નહીં થાય કોઈ ફેરફાર - દિલ્હીમાં અલીપુર રોડ સ્થિત બાબાસાહેબની મહાપરિનિર્વાણ ભૂમિ પર ડો.આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું કર્યું ઉદ્ઘાટન- કહ્યું કોંગ્રેસે કર્યું હતું બાબાસાહેબનું અપમાન. 3. બંધારણ દ્વારા કોઈપણ વ્યક્તિ કે સમાજને અપાયેલા અધિકારોના રક્ષણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી - આંબેડકર જયંતી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. 4. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સુવર્ણ સફર યથાવત - બોક્સિંગમાં મેરીકોમ અને ગૌરવ સોલંકીએ અને શૂટિંગમાં સંજીવ રાજપૂતે ભારતને અપાવ્યા સુવર્ણ ચંદ્રક- 20 ગોલ્ડ 13 રજત અને 14 કાંસ્ય ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને. 5. બાળકો, વિદ્યાર્થીઓમાં માતૃભાષા જ્ઞાન અને ગુજરાતી ભાષા પ્રત્યે અભિરુચિ વધારવા દરરોજ એક કલાકનો સમય ફાળવવા ગુજરાતી ભાષાના શિક્ષકોને મુખ્યમંત્રીનો અનુરોધ - અમદાવાદમાં યોજાયેલા માતૃભાષા ગૌરવ સમારોહને કર્યું સંબોધન