Submitted by gujaratdesk on
રાજધાની દિલ્હી સહિત દેશના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં આંધી, તૂફાનથી 40થી વધુ લોકોના મોત- દિલ્હીથી ટેક ઓફ થતી અનેક ડોમેસ્ટિક ફ્લાઇટ્સના રૂટ બદલાયા - રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ કુદરતી આપદા પર વ્યક્ત કરી સંવેદના. 2. આવકવેરા વિભાગ દ્વારા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ તથા તેમના પરિવારજનો પર ચાર આરોપ પત્ર બાદ કોંગ્રેસ પર ભાજપાએ સાધુ નિશાન - કહ્યું કાળા ધનના કારણે જ કોંગ્રેસે દ્વારા સીટની રચના કરાઈ નહીં - પી. ચિદમ્બરમે આરોપોને નકાર્યા 3. મુંબઈ હુમલાને લઈ પાકિસ્તાની પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના સનસનીખેજ નિવેદન બાદ પાક સૈન્ય દ્વારા આજે ઉચ્ચ સ્તરીય બેઠક 4. મુખ્યમંત્રીએ રાજ્યના છ જિલ્લાના સુજલામ સુફલામ - જળ સંચય અભિયાનની કરી સમીક્ષા - અભિયાનને ઝડપી બનાવવા કર્યો અનુરોધ 5. પહાડી વિસ્તારના ઢોળાવ અને ડુંગરા પરથી વહી જતા પાણીને સાચવવા વલસાડમાં કન્ટુર ટ્રેન્ચ જળ અભિયાનની વિશેષ પદ્ધતિનો ઉપયોગ - નાના ખાડામાં ભરાઈ રહેતા પાણીથી ઊંચુ આવશે જળસ્તર. 6. મનરેગા યોજના દ્વારા રોજગારી મેળવતા શ્રમિકોને સુજલામ્ સુફલામ્ યોજનાએ આપી રાહત - જૂનાગઢના બંટીયા અને ડુંગળી ગામે થઈ રહેલા માનવ યજ્ઞમાં 237 જગ્યાઓએ કામ કરતાં મજૂરોમાં આનંદ.