Skip to main content
Settings Settings for Dark

Samachar Live at 11 : 00 AM | Date 21-10-2018

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ - નેતાજી સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં 1943માં આજના દિવસે કરી હતી આઝાદ હિંદ સરકારની જાહેરાત.

2. સ્વતંત્રતા બાદ પોલીસ જવાનો દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રને રાષ્ટ્રીય પોલીસ સ્મારક કર્યું સમર્પિત - મુશ્કેલ સમયે મદદની વહારે આવનાર પોલીસ દળોની ભૂમિકા, બલિદાન, ત્યાગ અને સેવાની કરી સરાહના.

3. અમદાવાદમાં આદિ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - દેશની આદિજાતિ વસ્તીના હુન્નર, કૌશલ્ય અને કારીગરીને વિશ્વ બજાર આપી સ્વાવલંબી-સ્વાશ્રયી બનાવવા કેન્દ્રની વર્તમાન સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી - ગુજરાતમાં રાજપીપળા ખાતે 100 કરોડના ખર્ચે આદિજાતિ મ્યુઝિયમ બનશે.

4. રાજકોટ જિલ્લાના ઉપલેટાની ક્રિશ્ના સ્કૂલમાંથી બોંબ મળવાની ઘટના મામલે પોલીસે એક વૃદ્ધની કરી ધરપકડ- અંગત અદાવતને કારણે વૃદ્ધે બનાવ્યો હતો બોંબ - વૃદ્ધ વ્યક્તિએ વર્ષ 1999 માં પણ આ રીતે બોંબ બ્લાસ્ટ કરીને 2 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા..

5. આજે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ - ગુવાહાટી ખાતે રમાશે - બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે - ટેસ્ટ મેચમાં 2-0થી ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવી ચૂક્યુ છે

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply