અમદાવાદના યુવા એન્ટરપ્રેન્યોર ધિરલ મિસ્ત્રીએ બનાવી ઇ-સાયકલ
Live TV
-
પર્યાવરણને સાચવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોની બોલબાલા છે ત્યારે અમદાવાદના યુવા એન્ટરપ્રેન્યોર ધિરલ મિસ્ત્રીએ ઇ-સાયકલ બનાવી છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવશે. આ સાઇકલમાં માત્ર ત્રણ રૂપિયાના નજીવા ખર્ચે સિત્તેર કિલોમીટર જેટલી ચાલે છે. એન્જિનિયરિંગ કરી ચૂકેલા ધિરલે એક સર્વે કર્યા બાદ લોકોને વાજબી પડે તેવી તેમજ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તેવી વસ્તુ બનાવવાની હતી આ ઉદેશ્યને પૂરૂ કરતા તેમણે ગુજરાતની સૌ પ્રથમ ઇ સાયકલ બનાવી છે. ઇ સાઇકલમાં પાસવર્ડ સેફ્ટી, જીપીએસ નેવિગેશન અને જીપીએસ ટ્રેકર મૂકવામાં આવ્યા છે. તેમજ ડિજિટલ ગિયર પણ મૂકવામાં આવ્યા છે.