Skip to main content
Settings Settings for Dark

આજે કલ્પના ચાવલાની 61મી જન્મજંયતી છે, ભારતીય અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને 2 વાર અંતરિક્ષમાં જવાની મળી તક

Live TV

X
  • કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962 ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો

    ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની આજે 61મી જન્મજયંતિ છે. તે ભારતની પ્રથમ મહિલા હતી, જેણે અવકાશમાં જઈને ઈતિહાસ રચ્યો હતો. પંજાબની રહેવાસી ભારતીય-અમેરિકન મહિલા કલ્પના ચાવલાને જીવનમાં 2 વાર અવકાશમાં જવાની તક મળી. 

    કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962 ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. તેમની માતાનું નામ સંજયોતિ ચાવલા અને પિતાનું નામ બનારસી લાલ ચાવલા હતું. બાળપણથી જ અભ્યાસમાં રસ ધરાવતી કલ્પના હંમેશા ટોપ સ્ટુડન્ટ્સની યાદીમાં રહેતી. તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે શિક્ષક બને પરંતુ તેણે અવકાશયાત્રી બનવાનું સપનું જોયું હતું. 

    અંતરિક્ષની પ્રથમ યાત્રાની દરમિયાન તેમણે અંતરિક્ષમાં 372 કલાકો પસાર કર્યા હતા. તે ઉપરાંત બીજી વખત કોલંબિયામાં વર્ષ 2003 માં અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી. જોકે કલ્પના ચાવલાની બીજી અને અંતિમ અંતરિક્ષ યાત્રા 26 જાન્યુ. 2003 ના રોજ કોલંબિયાથી શરૂ થઈ હતી. આ મિશન 16 દિવસની આશા સાથે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે 1 ફેબ્રુઆરી 2003 ના રોજ કલ્પના ચાવલા મિશન પૂર્ણ કરી ધરતી પરત ફરી રહ્યા હતા. પરંતુ આકસ્મિક સંજોગોમાં કલ્પના ચાવલાનું અંતરિક્ષયાન હવામાં ફાટી નિકળ્યું હતું. તે ઉપરાંત આ મિશનમાં કલ્પના ચાવલા સાથે 6 અન્ય અંતરિક્ષ યાત્રિયો પણ મૃત્યુ પામ્યા હતા.      

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply