એલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારશિપનું પરીક્ષણ નિષ્ફળ
Live TV
-
એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગુરુવારે એક વિશાળ નવા રોકેટ સ્ટારશિપનું પરીક્ષણ કર્યું હતું. રોકેટ લોન્ચ થયાના ચાર મિનિટ પછી આકાશમાં વિસ્ફોટ થયો અને મેક્સિકોના અખાતમાં રોકેટ તૂટી પડ્યુ હતું.જો કે આ રોકેટમાં કોઈ વ્યક્તિ કે કોઈ ઉપગ્રહ ન હતો. એક અહેવાલ મુજબ આ રોકેટમાં કુલ 33 એન્જિન લાગેલા હતા અને લોન્ચ પેડથી લગભગ 39 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેના ઘણા એન્જિનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.સ્ટારશિપનું પરીક્ષણ ફેલ થયા બાદ સ્પેસએક્સે ટ્વીટ કરી આ બાબતે જાણકારી આપી હતી.સ્ટારશિપ ટેસ્ટની નિષ્ફળતા પછી મસ્કે તેના કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો