ચંદ્રમાથી હવે માત્ર 100 કિલો મીટર દૂર છે ચંદ્રયાન 3
Live TV
-
આવતીકાલે પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરાશે
ભારતનું ચંદ્રયાન 3 મિશને આજે ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ છે.. આજે સવારે ચંદ્રયાન-3 ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ કરી લીધો છે. ચંદ્રયાન મિશન ભ્રમણકક્ષાના પરિભ્રમણ તબક્કામાં છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે.
લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે. તે એ પણ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે.આવતીકાલ 17 ઓગસ્ટનો દિવસ ચંદ્રયાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે આવતીકાલે ISRO ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે.
ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. બીજી તરફ, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની સપાટી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢશે અને ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે પણ જાણી શકશે.