ચંદ્રાયાન- 2 ની પ્રથમ તસ્વીર ડીડી ન્યૂઝને થઈ ઉપલબ્ધ
Live TV
-
ચંદ્રાયાન- 2 ની પ્રથમ તસ્વીર ડીડી ન્યૂઝને ઉપલબ્ધ થઈ છે. ઈસરોએ આ તસ્વીર બહાર પાડી છે. ચંદ્રાયાન-2 થોડા દિવસોની અંદર જ પોતાના મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રમા પર જવાનું છે. હાલ ચંદ્રાયાન-2 તેના પરિક્ષણના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભારત માટે ચંદ્રાયાન-2 એ ચંદ્રાયાન-1 કરતાં પણ વધુ પડકારભર્યુ અને મહત્વનું મિશન છે. આ યાનમાં પ્રથમ વખત એક રોબોટને મોકલવામાં આવશે. આ રોબોટનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે. જેનું વજન 20 કિલો છે. જેને ચંદ્ર ઉપર ઉતારવામાં આવશે અને તે 14 જેટલી ડિવાઈસ સાથે જોડાયેલો રહેશે.
કે.સિવનના જણાવ્યા અનુસાર 15 જૂલાઈના સવારે 2.51ને ચંદ્રાયાન-2ને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.