Skip to main content
Settings Settings for Dark

જાણો, ભારતનું Spadex અંતરિક્ષ મિશન શું છે અને તેની સફળતા કેવી રીતે મદદરૂપ સાબિત થશે?

Live TV

X
  • આ મિશનની સફળતા અન્ય મિશન માટે સહાયરૂપ

    ISRO દ્વારા Spadex મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અત્યાર સુધીનું ISRO નું સૌથી મોટું મિશન છે. ISRO દ્વારા આજે શ્રીહરિકોટામાં Spadex મિશનને લોન્ચ કરવામાં આવશે. ISRO દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે, આ મિશનને રાતે દસ વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે આ મિશન જો સફળ રહ્યું તો એને લઈને ભારતનું અવકાશમાં બનતું સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન-4 સફળ રહેવાની શક્યતાઓ ખૂબ જ વધી જશે. આથી જ આ મિશનને ખૂબ જ મહત્ત્વનું કહેવામાં આવી રહ્યું છે.

    Spadex એટલે શું?

    આ મિશનમાં બે સેટેલાઇટ છે. એકને ચેઝર કહેવામાં આવી રહ્યું છે અને બીજી સેટેલાઇટને ટાર્ગેટ તરીકે છે. ચેઝર એ ટાર્ગેટ સેટેલાઇટને પકડશે અને એના દ્વારા ડોકિંગ કરવામાં આવશે. ડોકિંગ એટલે કે એક સેટેલાઇટને બીજી સેટેલાઇટ સાથે જોડવાનું. આ સાથે જ આ મિશનમાં એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવશે. આ સેટેલાઇટમાં એક રોબોટિક આર્મ હશે જે હુકની મદદથી સેટેલાઇટને પકડશે અને એને પોતાની તરફ ખેંચશે. એટલે કે ડોકિંગ માટે આ પદ્ધતિ સફળ રહે છે કે નહીં એનું ટેસ્ટ કરવામાં આવશે. 

    આ મિશનની સફળતા અન્ય મિશન માટે સહાયરૂપ

    આ મિશન સફળ રહ્યું તો એના કારણે ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને, કોઈ સેટેલાઇટ અથવા તો સેટેલાઇટનો કોઈ પણ ભાગ જે તેની ચોક્કસ ઓર્બિટમાંથી બહાર જઈ રહ્યો હોય, તેને પકડીને ફરી એની દિશામાં અથવા તો એની યોગ્ય જગ્યાએ લાવી શકાશે. આ સાથે જ ઓર્બિટમાં સેટેલાઇટને સર્વિસ કરવી અને રીફ્યૂલિંગ કરવાની ટેક્નિક પણ મળી જશે. Spadex મિશનમાં બે અલગ-અલગ સ્પેસક્રાફ્ટને એક સાથે જોડવામાં આવશે અને એનાથી ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. એક સ્પેસક્રાફ્ટમાં પ્રોબ્લેમ આવ્યો હોય, તો અન્ય એને મદદ કરી શકશે.

    ભારત અન્ય વિકસિત દેશની હરોળમાં આવશે

    ISRO ના કહ્યા મુજબ આ ટેક્નોલોજીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે એક હેતુ માટે એક કરતાં વધુ રોકેટ લોન્ચની જરૂરિયાત હોય છે. આ મિશન સફળ રહ્યું તો ભારત ચોથો દેશ બની જશે જેની પાસે આ ટેક્નોલોજી હશે. અત્યાર સુધી અમેરિકા, ચીન અને રશિયા પાસે આ ટેક્નોલોજી છે. આ ત્રણ દેશ પાસે ડોકિંગ અને અનડોકિંગ કરી શકાય એવી ટેક્નોલોજી છે જેની મદદથી સેટેલાઇટની સર્વિસ, ફ્લાઇંગ ફોર્મેશન અને સ્પેસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply