દાદરાનગર હવેલી ખાતે જળ સંરક્ષણ ટેકનોલોજીનું નિરિક્ષણ
Live TV
-
દાદરા નગર હવેલીમાં જળ મંત્રાલયના અધિક સચિવ રણધીર પટેલે પ્રદેશમાં થયેલ જળ સંરક્ષણ ટેકનિકોનું નિરીક્ષણ કર્યું હતું, આ ઉપરાંત અધિક સચિવ પટેલે જળ સંરક્ષણના આસાન ઉપાયો અંગે જાણકારી આપી ઉપસ્થિત નાગરિકોને માર્ગદર્શન આપ્યુ હતુ, આ સાથે પટેલે પ્રદેશની દરેક સરકારી શાળાઓમાં જળ સંરક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ તેમણે રખોલી પંચાયતમાં વર્ષાજળ સંરક્ષણ, પંચાયતમાં તળાવ અને ચેકડેમનુ નિરીક્ષણ કર્યું હતુ, જ્યારે આંબોલી પંચાયત ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું, આ દરમિયાન દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કરાયેલ કામોની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સીઈઓ એચ.એમ.ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.